૨૪. ઇશ્વર અને દેવો પેલા સાધુએ કહ્યું, “હિંદુ ધર્મ એક ઇશ્વરને માનતો થઇ જાય તો ખ્રિસ્તી ધર્મ અને હિંદુ ધર્મ સાથે મળીને હિંદુસ્તાનની સેવા કરી શકે.” ગાંધીજી : “એવો સહકાર થાય એ મને ગમે, પણ જ્યાં લગી આજનાં ખ્રિસ્તી મિશનો હિંદુ ધર્મની ઠેકડી કરવાનું અને હિંદુ ધર્મની ત્યાગ અને તેની નિંદા કર્યા વિના કોઇ સ્વર્ગ જઇ જ ન શકે એમ કહેવાનું ચાલુ રાખે ત્યાં લગી એવો સહકાર શક્ય નથી. પણ કોઇ ભલો ખ્રિસ્તી મૂકભાવે સેવા કરતો હોય અને ગુલાબના ફૂલની પેઠે પોતાના જીવનની સુવાસ હિંદુ કોમ પર પાડતો હોય એવું ચિત્ર હું કલ્પી શકું છું. ગુલાબને એની સવાસ ફેલાવવાને વાણીની