સવાઈ માતા - ભાગ 43

(14)
  • 3.4k
  • 2.3k

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા લેખન તારીખ : ૧૫-૦૬-૨૦૨૩લીલાને ઘરે આવ્યે ઘણું મોડું થયું હતું. તે જે સમાચાર લઈને આવી હતી તે એક તરફ ખુશીનાં તો બીજી તરફ તેનાં માટે દ્વિધા ઊભી કરનાર હતાં. તેને થોડી બીજાં વિચારે વાળવા રામજીએ પૂછ્યું, “આજે તો નવ વાગી ગયાં છે. હવે એ કહે, ખવડાવીશ શું? બહુ જ ભૂખ લાગી છે.”લીલા ઓર મૂંઝાઈ અને બોલી, ‘હાય હાય! ઈ તો અજુ મેં વિચાયરું બી નથ. અવે? હું ખાઈહું?” લીલાની તકલીફમાં એક વધુ તત્વનો ઉમેરો થયો. તેની આંખો અને કપાળ સ્પષ્ટપણે ચાડી ખાઈ રહ્યાં હતાં તેની આ નવી તકલીફની. તે રસોડામાં જઈ આવી, પછી બેઠકખંડમાં