પ્રકરણ ત્રીસમુ મિલઉધોગ આજે આપણી મિલો આપણી જરૂરિયાત જેટલું સૂતર પેદા કરી શકે એમ નથી. અને એમ કરી શકે તેમ હોય તોપણ તેમને ફરજ પાડવામાં ન આવે ત્યાં સુધી તેઓ ભાવ નીચા રાખશે નહીં. તેઓ ખુલ્લી રીતે કહે છે કે તેમનો ઉદ્દેશ પૈસા કમાવાનો છે એટલે તેઓ રાષ્ટ્રની જરૂરિયાત પ્રમાણે ભાવોનું નિયમન કરશે નહીં. તેથી ગરીબ ગ્રામ-જનોના હાથમાં કરોડો રૂપિયા મૂકવા માટે હાથકાંતણની યોજના કરવામાં આવી છે. દરેક ખેતીપ્રધાન દેશને પોતાના ખેડૂતો ફુરસદના સમયનો ઉપયોગ કરી શકે તે માટે કોઈ પૂરક ઉધોગની જરૂર પડે છે. ભારત માટે આ ઉધોગ હમેશાં કાંતણનો રહ્યો છે. જે પુરાણા ઉધોગના નાશને પરિણામે ગુલામી અને