વસુધા - વસુમાં - પ્રકરણ-125

(50)
  • 3.5k
  • 3
  • 2k

સરલા વસુધાને પુસતક અંગે સમજાવી રહી હતી અંતે એને મનાવીને ઝંપી. વસુધાની સંમતિ મળી ગઇ એટલે સરલા ઉત્સાહમાં આવી ગઇ. એણે કહ્યું “વસુધા હું આ પુસ્તક લખીને સાચેજ કૃતાર્થ થઇશ. તે મને કરેલી મદદ તારી દોરવણી એનું ઋણ ચૂકવી શકીશ. હું આજથીજ લખવાનું ચાલુ કરીશ. શુભસ્ય શીઘ્રમ.. જ્યાં જયાં તારી કે રાજલની મદદની જરૂર પડશે હું લઇશ.. પૂછીશ..”. વસુધાએ સરલાની સામે જોઇને કહ્યું “સરલાબેન મને તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે તમે એકદમ તટસ્થ રીતે લખી શકશો. જ્યાં જે માહિતીની જરૂર પડે કહેજો ખાસ તો એ કહેવું છે કે શાળા-કોલેજમાં તમે સરસ ગુણ અને ટકાથી આગળ હતાં જ.. હું તો કોલેજ