કસક - 32

  • 2.5k
  • 1.6k

બંને ત્યાંથી પાછા ફર્યા અને ગંગા આરતીનો લાભ લીધા બાદ દશાશ્વરમેઘ ઘાટ પાસે બેઠા હતા.કવન અને તારીકા બંને ગંગા નદી તરફ જોઈ રહ્યા હતા.તેના વહેતા નીર ને ધીમા પવન માં નિહાળી રહ્યા હતા.કેટલાક પંડિતો દૂર બેસીને ભગવાનનું ભજન ગાઈ રહ્યા હતા.ત્યાં રાત્રે પણ શ્રધ્ધાળુઓની સંખ્યા ઓછી થતી ના હતી.તારીકા એ કવનને કહ્યું "હું અહીંયા પહેલી વાર મારા દાદી સાથે આવી હતી.લગભગ બે ત્રણ વર્ષ પહેલાં.હું ત્યારે ઘણી વસ્તુઓ નહોતી સમજતી.""જેમ કે…?"કવને પૂછ્યું."જીવન આપણું ખરેખર ત્યારથી શરૂ થાય છે જ્યારથી આપણે સાચી રીતે જીવવાનું શરૂ કરી એ છીએ.જીવનને આપણે મનુષ્ય વ્યર્થ સમજીને બેઠા છીએ આપણને કેટલીક વસ્તુ ખબર હોય છે જેમ