સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-97

(44)
  • 4.5k
  • 2
  • 3.2k

સોહમનાં પ્રશ્નથી સાવી વિચારમાં પડી ગઇ. વાસંતી એક બ્રાહ્મણ કુટુંબની સંસ્કારી છોકરી વેશ્યાવાડે કેમ ઘકેલાઇ ? કયા સંજોગોએ એને પોતાનો દેહ વેચવા મજબૂર કરી ? સાવીએ કહ્યું "સોહમ કોઇને કોઇ એવી પરિસ્થિતિ એનાં જીવનમાં પણ બની. વાસંતી સાચેજ ખૂબ સુંદર છોકરી હતી. એનાં પાપા સ્કૂલ ટીચર એની માં એ નાની હતી અને ગૂજરી ગઇ હતી એનો એક મોટો ભાઇ પણ હતો.... વાસંતી તારાં જ વિસ્તારમાં પણ મરાઠાચાલમાં દાદરમાં રહેતી હતી. તારાં ઘરથી થોડે દૂર મરાઠાચાલ છે એમાં જ રહેતી હતી એનાં પાપા વસંતરાવ અગ્નિહોત્રી એનો ભાઇ પીનાકીન વાસંતી ઘરમાં સૌથી નાની એનાં પાપાની લાડકી હતી.” “પીનાકીન નાનપણથી રખડેલ.. ચાલનાં છોકરાઓ