પ્રણય પરિણય - ભાગ 50

(28)
  • 4.7k
  • 3
  • 3k

પ્રણય પરિણય ભાગ ૫૦સ્થળ: હોટેલ બ્લુ ડાયમંડનો વેઈટિંગ લાઉન્જ. 'ગુડ મોર્નિંગ ભાઈ.' વિવાને મિહિરનુ અભિવાદન કર્યું.'ગુડ મોર્નિંગ વિવાન..' મિહિરે તેને ગળે લગાવ્યો.'ગઝલ કેમ છે?' મિહિરે પુછ્યું.'એકદમ મજામાં છે.''હેરાન તો નથી કરતી ને?''બહુ ખાસ નહીં.. હમણાં તો ભાભીનો શોપિંગ ફેસ્ટિવલ ચાલે છે, રોજ ભાઈના કાર્ડની લિમિટ ક્રોસ થઇ જાય છે.' રઘુ હસતા હસતા બોલ્યો.'ઓહ રિયલી!? હું સમજાવીશ તેને..' મિહિરે કહ્યુ.'ના મિહિર ભાઈ, આ રઘુ તેની ભાભીની ખીંચાઈ કરે છે. બાકી બૈરાઓ થોડું ઘણું શોપિંગ તો કરે જ ને?' વિવાન ગઝલનો પક્ષ લેતાં બોલ્યો.'પણ એટલું બધું શોપિંગ?' મિહિર આશ્ચર્યથી બોલ્યો.'ડેડીની લાડકી વહુ છે. કોઈની હિંમત નથી એને રોકવાની.. તેમના ચહેરા પર થોડી