ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 1

  • 4.7k
  • 1
  • 2.9k

કૉલેજ કેન્ટીનમાં એક બહુજ ગંભીર સમસ્યા ઉપર ચર્ચા વિમર્શ થઈ રહ્યો હતો.અને સમસ્યા હતી મારી લવ લાઈફ!પણ પહેલાં હું અમારા ગ્રુપનો પરિચય આપી દઉં.અમારા ગ્રુપનો નેતા છે સૌરભ.બીજુ કોઈ સમજે કે ન સમજે તે પોતાની જાતને કૉલેજનો સૌથી હેન્ડસમ છોકરો સમજે છે.તેનું જીવનનું લક્ષ્ય એટલે ખાઓ પિયો મજા કરો અને છોકરીઓ ફેરવો!અમારી મંડળીના બાકીના સભ્યો હતા; આલોક,નીરવ,પ્રકાશ અને વિનય.તેમના લક્ષણો પણ સૌરભ જેવા જ હતા.અને એટલે જ અત્યારે તે મારી પાછળ પડ્યા હતા.પણ પહેલાં મારો પરિચય તો આપી દઉં.હું છું પ્રવીણ.તમે હિન્દી ફિલ્મોમાં જોયું હશે કે દરેક કૉલેજના ગ્રૂપમાં એક કોમેડિયન હોય જેની બધા મજા લેતા હોય છે.આ ગ્રૂપનો કોમેડિયન