સાડા ત્રણ સુધી રાહ જોઈને શ્યામ કંટાળ્યો. સાડા ત્રણ પછી પણ ઘડિયાળનો કાંટો ફરતો હતો અને ચાર્મિ હજુ પાછી ફરી નહોતી એટલે શ્યામ અકળાઈ ઉઠ્યો. જો એ પકડાઈ ગઈ હશે તો? તો એને જરૂર મારી નાખશે કેમ કે ચાર્મિએ એમના બે માણસોને અને બે કુતરાને માર્યા છે. સાડા ચાર વાગ્યે ચાર્મિ પાછી આવી ત્યારે શ્યામને જંગ જીત્યાનો અહેસાસ થયો. ચાર્મિના ચહેરા પર થોડોક થાક દેખાતો હતો. “કામ થઈ ગયું?” રૂમમાં ચક્કર મારતો શ્યામ એના પાસે ધસી જઈ તરત બોલ્યો. “યસ,