માતા-પિતાનું માનો

  • 2.5k
  • 1
  • 1.3k

બાપ એટલે પોતાનાં સંતાનને માટે ખરા તાપમાં હાથ લારીમાં ભારેખમ વજન ભરીને બેવળ વળી ગયેલો હંકારતો વૃદ્ધ,ખેતરમાં બે બળદ જોડી પરસેવે રેબઝેબ ખેતર ખેડતો પુરુષ,ખરા ઉનાળે બાજરી ઘાસ કાપતો માણસ આ તો આભાસ ઉભો કર્યો.સાચું કહું તો તનતોડ મહેનત કરી થાક્યો પાક્યો ઇન્સાન લુખા સૂકા રોટલા ખાઈને પોતાનાં સંતાનોને સારી સ્કૂલમાં જમવાનું પૌષ્ટિક મળી રહે તેવી હોસ્ટેલમાં મનગમતા કપડાં,ચોપડાં અને બેગ બિસ્તર તેમજ જરૂરિયાતની તમામ વસ્તુ સાથે સ્ટડી કરાવતો હોય.પોતે પગપાળા ચાલી ને જતો હોય પરંતુ તેનાં બાળકોને મોટર સાઇકલ કે મોટર કાર ભેટ આપશે. કેમકે મારો દીકરી દીકરો મોટો ઓફિસર બને તેવાં સ્વપ્ન જોતો ઇન્સાન એટલે પપ્પા.પગ દુઃખતા હોય