જલપરી ની પ્રેમ કહાની - 17

  • 3k
  • 1.8k

બીજા દિવસે સવારે મુકુલે જોબ જોઈન કરી લીધી. એની ડ્યુટી દરિયા કિનારે ચોકી ઉપર હતી. દિવસો પસાર થતા ગયા, ધીરે ધીરે બધુંજ મુકુલને સમજાવા લાગ્યું. મુકુલ ત્યાંના લોકલ લોકોની ભાષા પણ સમજવા લાગ્યો. ત્યાંના માછીમારો કોસ્ટ ગાર્ડ માટે ખબરી નું કામ પણ કરતા. પડોશ ના દેશ દ્વારા થતી ઘૂસણખોરી હોય કે દાણચોરી દરેક સફળ મિશન માં સૌથી મોટો હાથ ખબરી તરીકે લોકલ માછીમારો નો રહેતો. મુકુલ ને દરિયા અને એની લહેરો સાથે હવે ફાવી ગયું હતું. મુકુલ હવે ઘરમાં પણ ઉપરના રૂમમાં સિફ્ટ થઈ ગયો. તે રાત્રે મોડા સુધી બહાર અગાસીમાં બેસી ને રાત્રે મોજાને જોતો રહેતો. પૂનમની અજવાળી રાત