શ્વેત, અશ્વેત - ૫૦

  • 1.8k
  • 816

‘હેલ્લો, શ્રીનિવાસ.’ શ્રીનિવાસ પોતાના ઘરે એકલો હતો. તે દરવાજા પર ઊભો હતો. અને નાઝને જોઈને તેનામાં ફફડાટ પેદા થઈ ગયો હતો. આ છોકરીને એનું ઘર ક્યાં હતું તે કઈ રીતે માલૂમ થયું? ‘તું તો એજ છે ને જે..’  ‘હા.’ કહી નાઝએ અંદર પ્રવેશ કર્યો. ઘર ભલે જૂનું હતું, પણ શ્રીનિવાસન એ તેમા ઘણા થોડા ફેરફાર કર્યા હતા. રંગ જૂનો હતો, પણ ગલીચા, સોફા, બધુ બદલવામાં આવ્યું હતું. શ્રીનિવાસની નાની બહેન એમ.બિ. બિ. એસ. સ્ટુડન્ટ હતી, તે વાત પણ નાઝને જાણ હતી. તે કોઈ ગવર્નમેંટ નહીં, પણ પ્રાઇવેટ કોલેજમાં ભણતી હતી. તો શું આ લોકો પાસે એટલા પૈસા હતા? તેનું બેગ્રાઉન્ડ