સવાઈ માતા - ભાગ 39

  • 3.1k
  • 1
  • 2.1k

મેઘનાબહેનનાં ઘરેથી રમીલા અને સવલી થોડાં વહેલાં જ નીકળી ગયાં. આજે છૂટાં પડતી વેળાએ રમીલા અને મેઘનાબહેન ઘણાં જ સ્વસ્થ હતાં. મેઘનાબહેનનો વિચાર તો એવો જ હતો કે, લીલા હાલ પોતાનાં માતા-પિતા સાથે રહી પોતાની આવનાર જીંદગી તરફ બધું જ ધ્યાન કેન્દ્રિત કરે, પણ વાતચીત દરમિયાન સવલીની મનઃસ્થિતિ જાણ્યા બાદ તેમને લાગ્યું કે, સવલીને લીલાનાં આ લગ્ન નિર્વિઘ્ને થઈ જાય તેવી ઈચ્છા હતી સાથોસાથ તેનાં પોતાનાં બનેવી તેમજ રામજીનાં વડીલો માનશે કે નહીં તેની પણ અવઢવ હતી. તેથી છેલ્લે નક્કી થયું કે તેઓ બેય આજે લીલાને મળીને જ ઘરે જાય. રમીલાએ પોતાની જૂની કાૅલેજ તરફ કાર લીધી. મેઈન ગેઈટથી એન્ટ્રી