શ્વેત, અશ્વેત - ૪૯

  • 1.1k
  • 1
  • 488

જ્યોતિકાને અવાજ આવ્યો. દરવાજો ખોલવામાં આવ્યો હતો. તેના રૂમનો નહીં, બાજુના રૂમ નો.  જ્યારથી જ્યોતિકાએ તેને શ્રીનિવાસન વાળી વાત કરી હતી ત્યારથી વિશ્વકર્મા અને જ્યોતિકા અલગ અલગ રૂમમાં ઊંઘતા હતા. પછી તે ઊભી થઈ. દરવાજા તરફ આગળ વધી. તેના પગ થથરતા હતા. તે ધીમે ધીમે બહાર આવી, અને દરવાજો ખુલ્લો રાખ્યો. વિશ્વકર્મા સ્ટેર્સથી નીચે ઊતરતો હતો. તે કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. જ્યોતિકા બાજુના રૂમમાં ચાલી ગઈ. ત્યાં પણ દરવાજો ખુલ્લો હતો. અને જે જ્યોતિકાએ ધાર્યું હતું. તે સાચું પળ્યું. વિશ્વકર્માનો ફોન ચાર્જિંગમાં હતો. એટલે કે જે ફોન પર તે અત્યરે વાત કરી રહ્યો હતો, તે ફોન