રાત્રે 9 વાગ્યે ઘરમાં આરવની એન્ટ્રી થતાં જ નાનીમાં થોડા ટેન્શનમાં આવી ગયા. પિયોનીએ તેમને સૌથી અઘરું કામ સોંપ્યું હતું. કાલની પાર્ટીમાં જવા દેવા માટે આરવ પાસેથી પર્મિશન લેવાની હતી. ડાઈનિંગ ટેબલ પર આરવ, નાનીમાં અને પિયોની સાથે જમવા બેઠાં. ધીમે રહીને નાનીમાંએ વાત કાઢી. પિયોની તું સાંજે મને શું કહેતી હતી કે તારે કાલે કોઈ પાર્ટીમાં જવાનું છે?' નાનીમાંએ ઈશારો કરીને પિયોનીને આગળ બોલવા કહ્યું. ’હા, મારા સ્કૂલની એક ફ્રેન્ડ છે, તેની કાલે બર્થ ડે છે. એક્ઝામ પત્યા પછી અમે બધા કેટલાં ટાઈમથી મળ્યા પણ નથી. તો કાલે એની બર્થ ડે પાર્ટીમાં અમારું રિયુનિયન છે, પણ મેં તેને કહી