રાણીની હવેલી - 3

  • 3.2k
  • 1.6k

ભાગ – 3 “આ નેહા પણ કમાલ છે. ક્યારનો ફોન કરુ છુ પણ ફોન જ નથી ઉપાડતી.” મયંક રોસ ઠાલવતા મનમાં બબડ્યો. તેના ચહેરા પર કંટાળાના ભાવો હતાં. “હું એકલો જ અંદર જાઉ છું” મયંક મનોમન બબળે છે અને હવેલીની અંદર તરફ પ્રયાણ કરે છે. તે જેવો હવેલીની અંદર પ્રવેશ કરે છે તેવો જાણે કે તેના મનને કાંઈક વિચિત્ર અનુભવ થયો હોય તેવુ લાગે છે. તરત જ તેને પ્રથમ વિચાર હવેલી વિશે સાંભળેલી પ્રેતકથાઓ વિષેનો આવે છે અને થોડો ડરનો અનુભવ થાય છે. તે આજુબાજુ નજર કરે છે. હવેલી સાચે જ બિહામણી લાગતી હતી. તરત જ આ વિચાર મનમાંથી ખંખેરીને