ડાયરી - સીઝન ૨ - લુપ્ત ખજાનો

  • 2k
  • 1
  • 938

શીર્ષક : લુપ્ત ખજાનો©લેખક : કમલેશ જોષીહમણાં એક કોલેજના ફેરવેલ ફન્કશનમાં વિદ્યાર્થીઓએ ટ્રસ્ટીઓ, પ્રાધ્યાપકો વગેરેનું સન્માન કર્યું ત્યારે જેટલી તાળીઓ પડી એના કરતાં વધુ તાળીઓ જયારે સ્ટેજ પર સન્માન માટે પટ્ટાવાળા, ચોકીદાર અને સ્વીપરને બોલાવવામાં આવ્યા ત્યારે પડી. સાધારણ સાડી પહેરેલા સ્વીપર બહેનને જયારે સ્કોલર વિદ્યાર્થીનીએ પુષ્પગુચ્છ આપ્યું ત્યારે એ બહેન ચકળવકળ આંખે ઉપરી સાહેબો સામે લળી-લળીને નમન કરતા હતા અને એમની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી. એવી જ હાલત ચોકીદાર અને પટ્ટાવાળા ભાઈઓની હતી. જાણે સ્વર્ગ હાથ વેંત છેટું હોય એવો ભાવ એ તમામના હૃદયને ભીંજવી રહ્યો હતો. માણસ પદ, પ્રતિષ્ઠા અને પૈસાનો ભૂખ્યો છે એનાથી અનેક ગણી વધુ ભૂખ