શ્વેત, અશ્વેત - ૪૮

  • 1.6k
  • 702

એક “ઇનઓફીશીયલ” મિટિંગ માટે તનિષ્ક બીજે જ દિવસે નૈના ઇંદ્રાણીને મળવા તેની ઑફિસ પર પોહંચ્યા હતા. નાઝનો જવાબ સાંભળી તેઓ છક તો રહી ચૂક્યા હતા. પણ તેમના પપ્પાએ તેમને મીડિયા સામે ન જ આવવા અનુરોધ કર્યો હતો. જ્યારે નૈના ઇંદ્રાણી સાથે ફોન પર વાત થઈ, ત્યારે તેઓએ ના કહી દીધી. પણ પછી નૈનાએ ફક્ત તેઓના મીડિયા અકાઉંટના ઝમેલામાંથી કઈ રીતે બચાવવા, તે જણાવવા ઓફિસમાં આવવા સૂચવ્યું.  જ્યારે તનિષ્ક ગયા દિવસે નાઝ સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે કૌસર ફોરેન્સિક લેબમાં આવી હતી. તેઓના ફોરેન્સિક આંથ્રોપોલોજીસ્ટએ કૌસરને એક હેરાન કરી દે તેવી હકીકત જણાવી.  ‘સિયા જ્યારે મૃત્યુ પામી ત્યારે તે પ્રેગ્નેન્ટ