સવાઈ માતા - ભાગ 34

(12)
  • 3k
  • 1
  • 2.1k

સૂર્યદેવનાં કોમળ કિરણો ખુલ્લી બારીમાંથી ઓરડામાં પ્રવેશ્યાં અને બેય યુવતીઓનાં નવલ જીવનનું વધુ એક અનોખું પ્રભાત લેતાં આવ્યાં. રમીલાની આજમાં તેણે નવાં કાર્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું જ્યારે લીલાએ નવાં જીવન માટે આંતરિક ભાવનાઓ સાથે બાહ્ય દેખાવને પણ મઠારવાનો હતો. સવાર પડતાં જ પોતપોતાનાં કામમાં પરોવાઈ ગયેલી બહેનોને સવલીએ ચા નાસ્તો કરાવ્યાં અને રસોડાનો સંપૂર્ણ હવાલો સંભાળી લીધો. રસોડું ભલે આધુનિક હતું પણ તેમાં રહેલ રસોઈની સામગ્રી અને બનતી વાનગીઓ પરંપરાગત જ હતી જેથી સવલીને બહુ વાંધો આવ્યો નહીં. તેનાં નાનાં બેય બાળકોને આધુનિક ઢબનાં ફાસ્ટફૂડની આદત ન હતી. તેમનો જીવ રોટલા - શાક, ખિચડીમાં જ ધરાઈ જતો. લીલા