આ તરફ રમીલાને તેની ડેસ્ક ઉપર જવા રજા અપાઈ. તેનાં કામકાજ માટે અલગ ખંડની વ્યવસ્થા કરવાનું કામ વિદિશા તેમજ તેની સહાયતા માટે પર્સનલ રિલેશન મેનેજરની આસિસ્ટન્ટ મૈથિલીને સોંપાયું. તેમને આ નવાં વિભાગ માટે જરૂરી ખરીદીનું લીસ્ટ બનાવી રમીલા તેમજ સૂરજને બતાવી ઝડપથી અમલમાં મૂકવાનું કહેવાયું. જેવું બોર્ડ રૂમનું બારણું ખૂલ્યું કે સિક્યોરિટી ચીફ, જેઓ થોડીવારથી બહાર રાહ જોઈ રહ્યાં હતાં, પરવાનગી સહ અંદર પ્રવેશ્યાં. પલાણ સર તેમજ બીજાં ડિરેક્ટર્સ મનનનાં અનુસંધાને તેમનાં ત્વરિત તેમજ સઘન પ્રયાસોથી ખૂબ ખુશ હતાં. હજી સુધી સૂરજને આ બાબતની કશી જાણ ન હતી માટે સિક્યોરિટી ચીફને વાત થોડી વિગતે કરવા કહેવાયું. પોતે ભલામણથી નિયુક્ત કરાવાયેલ