માંન્યાની મઝિલ ચેપ્ટર - 8

  • 2.7k
  • 1
  • 1.6k

રાત્રે 12 વાગ્યા અને આજનો આખો દિવસ પતી ગયો પણ અંશુમન તરફથી કોઈ રિપ્લાય નહોતો આવ્યો. આખો દિવસ પિયોનીએ કમ્પ્યૂટર ચાલુ રાખીને માન્યાનું ફેસબુક અકાઉન્ટ ખુલ્લું રાખ્યું હતું કે કદાચ કોઈક ક્ષણે અંશુમનનો મેસેજ આવી જાય તો તુરંત રિપ્લાય કરી શકે પણ તેની બધી આશા પર પાણી ફરી વળ્યું. પિયોની પાસે અંશુમનને કોન્ટેક્ટ કરવાનો બીજો તો કોઈ ઓપ્શન હતો નહીં, તેથી તે દિગમૂઢ બનીને છેલ્લા 4 કલાકથી સતત કમ્પ્યૂટરની સામે બેસી રહી હતી. આખરે તેની આંખોએ પણ હાર માની અને મગજે વિચારવાનું બંધ કર્યું. કમ્પ્યૂટર બંધ કરીને તે પથારીમાં પડી. તે આજે મનથી એટલી થાકી ગઈ હતી કે પડતાંની સાથે