માંન્યાની મઝિલ ચેપ્ટર - 7

  • 2.6k
  • 1.5k

રાત્રે સુતી વખતે પણ પિયોનીના મગજમાં એ જ વિચારો ચાલી રહ્યા હતા કે તે અંશુમનની ડિમાન્ડ કેવી રીતે પૂરી કરે? ફેસબુક ઉપર થયેલી 2 કલાકની ચેટમાં પિયોની માટે અંશુમન એટલો ઇમ્પોર્ટન્ટ બની ગયો હતો કે તેની આ માંગ પૂરી કરવાના વિચારમાં તેણે બીજા બે કલાક કાઢી નાંખ્યા હતા. પોતાના કિંગ સાઇઝ બેડમાં સુતા-સુતા છેલ્લા 2 કલાકથી તે અંશુમનના વિચારોમાં ખોવાયેલી હતી. દરેક પાસે પોતાની જીદ મનાવડાવતી પિયોની આજે કોઈ બીજાની જીદ પૂરી કરવા માટે તલપાપડ થઈ ગઈ હતી. જોકે, અંશુમન પિયોની માટે હવે કોઈ બીજો ક્યાં રહ્યો હતો!! પિયોનીની લાઇફમાં પોતાના કહેવાતા બહુ ઓછા હતા. જેમાં એક અંશુમનની એન્ટ્રી થવા