જલપરી ની પ્રેમ કહાની - 15

  • 2.7k
  • 1.4k

મુકુલને હવે શરીરમાં થોડો સફરનો થાક લાગી રહ્યો છે. બેડમાં પડતાની સાથે જ એણે આંખો મીચી અને એની સામે એની માં નો ચહેરો સામે આવી ગયો. નીકળતી વખતે માં ની આંખ ના આંસુ એને યાદ આવ્યાં. એને બહું એકલું લાગવા લાગ્યું. એના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. હું સ્વાર્થી તો નથી થઈ ગયો ને? મારા સપનાઓ ને પામવામાં અને મારી ઈચ્છાઓ ને પૂરી કરવા માં ક્યાંક હું મારી ફરજ તો નથી ચૂકી ગયો ને? માં બાપ હજારો અરમાનો લઈને દીકરા ને મોટો કરે છે, માં બાપ વિચારે છે કે, મારી જિંદગી ના ચોથા ચરણમાં જ્યારે વૃદ્ધત્વ મને ઘેરી વળશે, આખી