માંન્યાની મઝિલ ચેપ્ટર - 6

  • 2.9k
  • 1.8k

સવારે 11 વાગ્યે પિયોની ઉઠીને નીચે ગઈ ત્યાં તો તેણે જોયું કે ઘરમાં ઇન્ટરનેટની લાઇન લાગી ગઈ હતી. ઘરમાં કમ્પ્યૂટર તો હતું જ તેથી તેણે કંપનીના માણસ પાસેથી ઇન્ટરનેટ વાપરવા માટેનું યુઝર આઇડી લઈ લીધું અને પાસવર્ડ રાખીને તે કનેક્ટ પણ કરી દીધું. એટલામાં તો નાનીમાંએ તેને નાસ્તો કરવા માટે બૂમ પાડી, નાસ્તો કર્યા બાદ ફટાફટ નાહી ધોઇને જ્યારે પિયોની નીચે આવી તો નાનીમાંએ તેના હાથમાં મોબાઇલ લાવવા માટે આરવે આપેલા પૈસા મૂકી દીધા. જે જોઈને પિયોની તો ખુશીના મારે નાનીમાં સાથે ડાન્સ કરવા લાગી. “અરે...અરે..બેટા પડી જઈશ હું.' નાનીમાં પડતાં-પડતાં બચ્યા. નાનીમાં, આજે હું બહુ એટલે બહુ જ ખુશ