‘હું ત્યારે શ્રીનિવાસન સાથે ફોન પર વાત કરી રહી હતી…’ ‘શ્રીનિવાસન કોણ?’ જ્યોતિકા પોતાની સ્ટેટમેંટ હજુ પોલીસને આપી રહ્યા હતા. સવાર થવા આવી હતી. અને હોસ્પિટલની લોબી ખાલી હતી. સિયા પગથિયાંમાં લપાઇને બેસી હતી. તેને કહવામાં આવ્યું હતું, કે તારે સામર્થ્યનો અંત લાવવાનો છે. તેની નજર સામર્થ્યના રૂમના દરવાજા તરફ હતી. દરવાજો ખોલી નર્સ બહાર આવી. અને સિયા ધીમે પગલે, પણ છુપાયા વગર અંદર દાખલ થઈ. તેને સામર્થ્ય સામે જોયું. સામર્થ્ય જાગતો હતો. તે જોઈ સિયા ટૂંક સમય માટે ગભરાઈ ગઈ. પછી સામર્થ્યએ તેને દરવાજો બંધ કરવાનું કહ્યું... તે સામર્થ્ય તરફ આગળ વધી. સામર્થ્ય શાંતિથી રાહ જોઈ રહ્યો હતો. તેને