૨૦ બીજા ગ્રામોદ્યોગો ગ્રામોદ્યોગ શા માટે ? ૧૯૨૦માં હુંસ્વદેશીની પ્રવૃત્તિનું પગરણ માંડવાવી તૈયારી કરી રહ્યો હતો તેવામાં મારે ફાઝલભાઇની સાથે વાત થયેલી. એ ચતુર રહ્યા એટલે મને કહ્યું, ‘તમે મહાસભાવાદીઓ અમારા માલની જાહેરાત કરનાર એજન્ટ બનશો તો અમારા માલના ભાવ વધારવા ઉપરાંત દેશને બીજો કશો લાભ તમે નહીં કરી શકો.’ એમની દલીલ સાચી હતી. પણ મેં એમને કહ્યું કે, ‘હું તો હાથે કાંતેલીવણેલી ખાદીને ઉત્તેજન આપવાનો છું. એ ઉદ્યોગ પડી ભાગ્યા જેવો છે, પણ જો કરોડો ભૂખે મરતાં બેકાર માણસોને કંઇક ઉદ્યમ આપવો હોય તો એ ઉદ્યોગને સમજીવન કર્યે જ છૂટકો છે.’ એ સાંભળીને તેઓ શાંત થયા. પણ ખાદી એ