સવાઈ માતા - ભાગ 27

(11)
  • 2.4k
  • 1.6k

બપોરના બાર વાગતામાં ટિફિન સર્વિસવાળાં મીનાબહેનનો દીકરો અને પતિ બધાનાં માટે જમવાનું લઈ આવી ગયાં. સમીરભાઈએ સામે રહેવા આવેલ બે પાડોશી પરિવારને તેમજ ભરતકુમારને પણ આમંત્રણ આપેલ હતું. તેમને પણ બોલાવી લેવાયાં અને થાળીઓ પીરસાઈ. લગભગ ચાર-પાંચ થાળી જેટલી ભોજનસામગ્રી મેઘનાબહેનની સૂચના અનુસાર નિખિલ તથા મનુ નીચે વોચમેનને આપી આવ્યાં. રસોઈ પરંપરાગત જ બનાવડાવી હતી જે પહેલાંના સમયનાં જ્ઞાતિભોજનની યાદ અપાવતી હતી. રવાની ધોળીધબ્બ ફરસી પૂરી, રીંગણ-બટાટાનું રસાદાર શાક, શુકન હેતુ લાપસી, મોહનથાળ - જે પછીથી આજુબાજુનાં ઘરોમાં મોકલાવી શકાય તે હેતુથી ત્રણેક કિલો જેટલો અલગ બોક્સમાં વધારે જ મંગાવ્યો હતો. તે ઉપરાંત આમલી અને સીંગદાણાથી ભરપુર સબડકા લઈ શકાય