ડાયરી - સીઝન ૨ - રિઝલ્ટ

  • 1.9k
  • 904

શીર્ષક : રિઝલ્ટ ©લેખક : કમલેશ જોષી તમને દસમા ધોરણમાં એટલે કે એસ.એસ.સી. બોર્ડમાં કેટલા ટકા આવેલા? ડિસ્ટીંકશન સાથે પાસ થયેલા કે માંડ માંડ કે પછી નાપાસ? તમે પેંડા વેંચ્યા હતા કે ડેલે તાળું મારી દીધેલું? મિત્રો-પરિચિતોએ કોન્ગ્રેચ્યુલેશન્સ આપેલા કે આશ્વાસન અને સલાહ-સૂચનો?અમે દસમું ભણતા ત્યારે અમારી સાથે ભણતા બે મિત્રો ફેલ થયેલા. એક સમજુ અને મહેનતુ હતો અને બીજો ફૂલ મસ્તીખોર. અમે સમજુ મિત્રને આશ્વાસન આપવા એના ઘરે જતા હતા ત્યાં રસ્તામાં પેલો મસ્તીખોર સોડા પીતો મળી ગયો. એ તો સહેજ અમથું શરમાતો અને મરક મરક હસતા બોલ્યો, "ત્રણમાં રહી ગયો." અમારા ચહેરા પર ગંભીરતા હતી. એણે અમને સોડા