જલપરી ની પ્રેમ કહાની - 13

  • 2.5k
  • 1.4k

મુકુલ અને પ્રકાશ બંને કમાન્ડર નવીન શ્રીધર ની ઓફિસ માંથી હસતાં હસતાં બહાર નીકળ્યા. મુકુલ ના મનમાં સહેજ ગડમથલ ચાલવા લાગી, સરે મને સાંજે એમના કવોટર પર કેમ બોલાવ્યો હશે. પ્રકાશે પણ કીધેલું કે સર તને એમના કવોટર પર બોલાવશે. આખરે વાત શું હશે? મુકુલ ના મનમાં કંઇક ચાલી રહ્યું છે એ વાતની ખબર પડતાં પ્રકાશ ને વાર ના લાગી. પ્રકાશે ઓફિસની છેક બહાર રસ્તા પર આવતા જ મુકુલ ને પૂછી લીધું, શું થયું કવોટર ની વાત થતાં ઘર યાદ આવી ગયું કે શું કેપ્ટન? નાના એવું કઈ નથી. મુકુલે પ્રકાશ સામે જોઈ ફિક્કા હાસ્ય સાથે કહ્યું. તો પછી ચહેરાની