વસુધા - વસુમાં - પ્રકરણ-120

(42)
  • 3.2k
  • 1
  • 1.8k

વસુધા વિચારોમાં પરોવાયેલી એનાં પિયર પાછી આવી એનાં મનમાં અનેક વિચાર ચાલી રહેલાં. આકુ એને દોડી આવીને વળગી ગઇ.. આજે એણે ધ્યાનથી જોયું આકુ મોટી થઇ રહી છે. સાસરું છોડી પિયર આવ્યે એને હવે છ મહિના ઉપર થઇ ગયું હતું.. ખબર નહીં એને હવે પીતાંબરનાં ઘરમાં પગ મૂકવો ગમતો નહોતો. સરલાએ કેટલાં ફોન કર્યા કે હું સિધ્ધપુર જઊં છું એકવાર આવીજા... પણ હવે એ ડેરીએ જતી પણ એનાં સાસરનાં ઘરમાં પગ નહોતી મૂકતી. સરલા પણ ભાવેશનાં આગ્રહથી એનાં દીકરાં સાથે સિધ્ધપુર ગઇ હતી એને ગયે પણ 3 મહીના ઉપર થઇ ગયાં હતાં. દિવાળીફોઇ અહીં વાગડ વસુધા સાથેજ રહેતાં હતાં. વસુધાએ