ધ સ્કોર્પિયન - પ્રકરણ-110

(67)
  • 3.2k
  • 2
  • 2k

પવિત્ર હવનયજ્ઞ વિવાસ્વાન ગુરુસ્વામીની નિશ્રામાં ચાલી રહેલો. ખૂબ પવિત્ર વાતાવરણમાં સનાતન ધર્મના શુધ્ધ પવિત્ર શ્લોકો અને ઋચાઓ બોલાઇ રહી હતી. વિવાસ્વાન સ્વામીની આંખો બંધ હતી. પવિત્ર સિધ્ધ ઋષિગણ આહૂતિ દેવ અને દેવમાલિકા પાસે અપાવી રહેલાં. મુખ્ય ઋષિએ દેવ - દેવમાલિકાને એમનાં આસનથી ઉભા થવાં કહ્યું "બધાની નજર હવે શ્રેષ્ઠ આખરી આહૂતિ આપવાની હતી એનાં તરફ હતી. વિવાસ્વાન સ્વામીએ આંખો ખોલી અને કહ્યું – “દેવ-દેવમાલિકાનાં હાથમાં સોનાની વરખ ચઢાવેલું શ્રીફળ, સોપારી, બળદાણા, કપુર તથા કાળાતલનાં લાડુ આપો. શ્રીફળ સોપારી તેલ તથા બળદાણા કપુર અને કાળાતલનાં લાડુ દેવમાલિકાનાં હાથમાં આપો બંન્ને જણાનાં હાથ એકબીજાને સ્પર્શ કરીને રાખો.” મુખ્ય ઋષિએ સૂચના આજ્ઞા પ્રમાણે