ગીતાબોઘ - 9

  • 1.6k
  • 806

અધ્યાય નવમો સોમપ્રભાત ગયા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં યોગીનું ઉચ્ચ સ્થાન વર્ણવ્યું એટલે હવે ભક્તિનો મહિમા ભગવાને બતાવવો જ રહ્યો કેમ કે શુષ્ક જ્ઞાની નહીં, વેવલો ભક્ત પણ નહીં. ગીતાનો યોગી જ્ઞાન અને ભક્તિમય અનાસક્ત કર્મ કરનારો. તેથી ભગવાન કહે છે : તારામાં દ્વેષ નથી એથી તને હું ગુહ્ય જ્ઞાન કહું છું કે જે પામ્યાથી તારું કલ્યાણ થાય. એ જ્ઞાન સર્વોપરી છે, પવિત્ર છે ને આચારમાં સહેલાઈથી મૂકી શકાય એવું છે. આને વિશે જેને શ્રદ્ધા ન હોય તે મને પામી ન શકે. મનુષ્યપ્રાણી મારું સ્વરૂપ ઈન્દ્રિયો વડે પારખી નથી શકતાં છતાં આ જગતમાં તે વ્યાપક છે. જગત તેને આધારે નભે છે.