ગીતાબોઘ - 2

  • 2.7k
  • 1.7k

અધ્યાય બીજો સોમપ્રભાત જ્યારે અર્જુન કંઈક સ્વસ્થ થયો ત્યારે ભગવાને તેને ઠપકો દીધો ને કહ્યું, આવો મોહ તને ક્યાંથી ? એ તારા જેવા વીર પુરુષને છાજતો નથી. પણ અર્જુનનો મોહ એમ ટળે તેમ ન હતું. તેણે લડવાની ના પાડી ને કહે, આ સગાંસાંઈ વડીલ જનને મારીને મારે રાજપાટ તો શું, સ્વર્ગનું સુખ પણ ન જોઈએ. હું તો મૂંઝાઈ પડ્યો છું. આ ટાણે ધર્મ શું છે એની કંઈ ખબર નથી પડતી, તમારે શરણે છું; મને ધર્મ સમજાવો. આમ અર્જુનને ખૂબ મૂંઝાયેલો ને જાણવાની ઈચ્છાવાળો જોઈ ભગવાનને દયા આવી ને તેને સમજાવવા લાગ્યા : તું નકામો દુઃખી થાય છે ને વગર સમજ્યે