વસુધા - વસુમાં - પ્રકરણ-118

(42)
  • 3.1k
  • 1
  • 1.8k

રાજલ અને વસુધા ડેરીનાં પાછલે બારણેથી એનાં ખેતર તરફ ગયાં... વસુધાએ પૂછ્યું “શુકનવંતો દિવસ કહી કહીને હવે એતો કહે શું શુકનવંતુ સારું થયું ?” રાજલે કહ્યું “વસુધા પહેલાં તો તું મોટી ડેરીમાં કારોબારી સભ્ય અને સ્ત્રીવીંગની ચેરમેન....” પછી થોડી શરમાઇ એણે આંખો નીચી કરી કહ્યું “વસુ મને દિવસ રહયાં છે અને જે માહિતી મેળવવાની હતી એ બધી મળી ગઇ પુરાવા સાથે....” વસુધાએ કહ્યું “બીજી વાતો પછી પહેલાં તો તને દિવસ રહ્યાં એજ શુકનવંતા સારાં સમાચાર... વાહ રાજુ તારે મોં મીઠુ કરાવવું જોઇએ... હવે તારે અને મયંકભાઇ વચ્ચે... વાહ આનાંથી વધારે રૂડા સમાચાર શું ? પણ હવે તું તબીયતની કાળજી લેજે