શમણાંની શોધમાં - પ્રકરણ 21

(65)
  • 3.1k
  • 1
  • 1.8k

          એ જ કદાવર માણસ અંદર દાખલ થયો. એ માણસની દાઢીના વાળ મહેંદી લગાવીને લાલ રંગેલા હતા. એ બલબીર હતો. કાયમની જેમ આજે પણ જમવાનું આપવા એ જનાવર જ આવ્યો હતો.           “દોનો મિલ-બાટ કે ખા લેના...” એણે પ્લેટ જમીન પર મૂકી.           શ્યામે એની તરફ જોયું પણ એ કશું બોલ્યો નહિ. એ કદાવર માણસ પણ ધડીભર શ્યામ તરફ જોતો રહ્યો અને એ પછી દરવાજા તરફ ફર્યો એ જ સમયે ચાર્મિએ કહ્યું, “એક સિગારેટ મિલ સકતી હે?”           બલબીર ચમક્યો અને પાછળ જોયું. ઘડીભર