ધ સ્કોર્પિયન - પ્રકરણ-108

(70)
  • 3.6k
  • 2
  • 2.3k

સિધ્ધ બ્રાહ્મણોએ દેવ અને દેવમાલિકાનાં હાથમાં શુધ્ધ પવિત્ર વનસ્પતિમાંથી બનાવેલાં દોરાં બન્નેનાં હાથમાં બાંધ્યા. અને આશીર્વાદ આપ્યાં. દેવ અને દેવમાલિકા ખૂબ આનંદમાં હતાં. બંન્નેએ શેષનારાયણાય અને અર્ધનારીશ્વરને પ્રણામ કર્યા. એમની બંન્ને મૂર્તિઓ જાણે સાક્ષાત હતી એમનાં મુખારવિંદ પર અનોખું તેજ અને મધુર હાસ્ય હતું. એમની આંખોમાં અમી ઝરતું હતું તેઓ આ યજ્ઞનો આયોજન અને આરંભથી ખૂબ ખુશ હતાં જાણે સાક્ષાતજ હાજર હતાં. દોરા બાંધ્યા પછી યજ્ઞ આરંભ કરતાં પહેલાં ગુરુ સ્વામી વિવાસ્વાને કહ્યું “શેષનારાયણ ભગવન ખુદ વિષ્ણુ સ્વરૂપ છે. અર્ધનારીશ્વર કે શેષનારાયણાય રૂપ જુદા પણ શક્તિ એકજ છે. કોઇ રૂપ સ્વરૂપમાં કહી ભેદ ના કરવો ઇશ્વર એમની લીલા પ્રમાણે અલગ