‘પણ તું અહી શું કરવા આવ્યો છે?’ ‘હરે! મારે પોરબંદર જોવું હતું.’ ‘તો ગૂગલ પર સર્ચ કરી લેવું હતું. અને અહી જોવા માટે છે પણ શું? એક કિલ્લો છે, અને એ પણ બંધ છે. કીર્તિ મંદિર જોવા આવ્યો છે?’ ‘નાઝ, યુ આર હિયર. તો હું તને જ જોવા આવું ને..’ કૌસરને હવે આ લોકોના સો - કોલ્ડ પ્રેમથી કંટાળો આવવા લાગ્યો હતો. કોઈ ઝગડતું જ ન હતું. કમ સે કમ નોક - ઝોકમાં મઝા તો આવે. અહી તો.. પછી નાઝ કહે, ‘વિડીયો કોલ કરવો હતો. તને ખબર છે ને હું અહી શું કામ આવી છું.’ ‘હા. બટ ધ ફંકશન ઇસ