ફાસ્ટ 10

(11)
  • 1.8k
  • 2
  • 692

ફાસ્ટ 10- રાકેશ ઠક્કર હોલિવૂડની ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 10’ ને ફ્રેન્ચાઇઝી હોવાને કારણે ભારતમાં સારો આવકાર મળ્યો છે. બોલિવૂડવાળા સીકવલમાં હિટ ફિલ્મની ફોર્મૂલા શોધી રહ્યા છે ત્યારે હોલિવૂડ સતત એ ફોર્મૂલા પર કામ કરી રહ્યું છે. ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ સિરીઝ એના એક્શન દ્રશ્યોને કારણે વધુ લોકપ્રિય રહી છે.અસલમાં ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ સીઝનની આ છેલ્લી ફિલ્મ બની રહેવાની હતી. પરંતુ તેના હીરો વિન ડિઝલે વધુ બે ભાગ બનાવવાનો આગ્રહ રાખ્યો છે. આ ફ્રેન્ચાઇઝીમાં સૌથી વધુ ફિલ્મો નિર્દેશિત કરનાર જસ્ટિન લિનના નિર્દેશનમાં વિન દખલગીરી કરતો હોવાથી એ હવે માત્ર નિર્માતા અને લેખક તરીકે જોડાયેલા રહ્યા છે. આ વખતે લુઈ લેટેરિયેનું નિર્દેશન