ગતાંકથી.... તે સ્ત્રીની વાતચીત સાંભળી એ માણસે અસંમતિ સૂચક નકારમાં માથું હલાવ્યું.તે સ્ત્રી ફરીથી તેને સમજાવવા લાગી .છેવટે તે દિવાકર તરફ ફરી બોલી : "તમારી સાથે મારે કઈ સ્થિતિમાં મુલાકાત થઈ તેઅને તમારું જીવનવૃતાંત આ માણસને તમે કહી સમજાવશો પ્લીઝ." હવે આગળ... પેલી સ્ત્રીના કહ્યા પરથી દિવાકરને લાગ્યું કે કદાચ તેના શબ્દોમાં પેલા માણસને વિશ્વાસ આવતો નહીં હોય તેથી તે બેવડા ઉત્સાહથી પોતે પોતાનું રચેલું જીવન ચરિત્ર અને પેલી સ્ત્રી સાથે પોતાને થયેલી મુલાકાતની કથા એકદમ ચાલાકી થી વર્ણવવા લાગ્યો. આ બધું સાંભળી પેલો માણસ થોડી વાર થોભ્યો. ત્યારબાદ ગંભીર અવાજે બોલ્યો :" ઋષિકેશ સાંભળો.ખરેખર તમે ખુબ જ મુશ્કેલ સ્થિતિમાંથી