ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 10

  • 2.7k
  • 1
  • 1.4k

આંશીનો ફોન વારંવાર રણકી રહ્યો હતો. " બેટા ફોન પર કોઈ જરૂરી કામ હશે. તું એક વખત વાત તો કરી લે. " સુમિત્રાએ વારંવાર રણકી રહેલાં ફોનના અવાજને સાંભળીને આંશીના રૂમમાં પ્રવેશ કરતાં કહ્યું. આંશીએ જાણે સુમિત્રાની વાત ન સાંભળી હોય એવું વર્તન કર્યું. એકીટસે દિવાલ પર રહેલાં અધિક સાથે પોતાનાં ફોટા તરફ નજર કરીને સુન્ન બેઠી હતી. " મારી હસતી રમતી ફુલ જેવી દિકરીની બે દિવસમાં કેવી હાલત થઈ ગઈ છે. " સુમિત્રાએ આંશીના માથા પર હાથ ફેરવતાં કહ્યું. સુમિત્રાના ખોળામાં માથું રાખીને આંશી પોતાની લાગણીને આંસુ સ્વરૂપે વ્યક્ત કરવા લાગી. " અધિકના પ્રેમને તું આમ આંસુ વડે વેડફીને