~~~~~~~~~~ વિસામો.. 3 ~~~~~~~~~~ લીલીના ફૉનથી હવેલીમાં નીચેના હૉલ સુધી પહોંચેલી પોલીસ ઉપર વિક્ર્મનું ધ્યાન ગયું,.. ગોળીનો અવાજ સાંભળીને પૉલીસ ઉપરની તરફ ભાગતી આવવા લાગી,.. પૉલિસ જોઈને વિક્રમ ની પક્કડ ઢીલી થતા જ ગોરલબાના હાથમાંથી રાઇફલ ઝુંટવીને વિશાલે કશું જ વિચાર્યા વિના ગિરિજાશંકરના માથાંમાં જોર જોરથી મારવા માંડ્યું,.. ઉપર પહોંચી ગયેલા બધાજ અફસરોએ વિશાલને ગૂનેગાર સમજીને પકડી લીધો,.. ગોરલબાએ પૂનમના બચાવ માટે ગિરિજા શંકર ઉપર ગોળી ચલાવી હતી એ વાત ના ખુલાસા પહેલા તો વિશાલ આ બધું છોડીને પોલીસના હાથમાંથી ભાગી ચૂક્યો હતો,.. "કામ્બલે,... પીછો કર એનો,.. " એક અફસરે બીજાને સંબોધતા કહ્યું "ઑફિસર,..." ગોરલબાનો સત્તાવહી અવાજ સાંભળીને