શમણાંની શોધમાં - પ્રકરણ 19

(74)
  • 3k
  • 1.9k

          “હા, આગળ..”           “બસ સ્ટાર્ટ થઈ. દરવાજો ખુલ્લો હતો. હું ખુલ્લા દરવાજાથી બસમાં ચડવા માટે એ તરફ આગળ વધ્યો. મેં દરવાજાનું હેન્ડલ પકડી પગથીયા પર પગ મુક્યો એ જ સમયે મેં મારા ખભા પર કોઈ અજાણ્યા હાથનો સ્પર્શ અનુભવ્યો. હું પાછળ ફરી એ હાથ કોનો છે એ જોવા માંગતો હતો પણ એ પહેલા જ મારી હેન્ડલ પરની પકડ ઢીલી થઇ ગઈ. મારા ખભા પર વીંછી કરડ્યો હોય એવું દર્દ થયું. મેં પાછળ જોયું પણ મને શું દેખાયું એ હું સમજી શક્યો નહિ. મારા મગજે મારી આંખોએ મોકલેલા સંદેશને સમજવાનું બંધ કરી