કર્ણની અંતિમ ક્ષણો

(12)
  • 5.2k
  • 1
  • 1.9k

સૂર્યદેવ આથમી ને નીજગૃહ તરફ પ્રયાણ કરી ચૂક્યા છે. અંધારું પોતાનું સામ્રાજ્ય પ્રસરાવવા ઉતાવળું થયું છે. યુદ્ધ વિરામનો શંખ ફૂંકાઈ ગયો છે. યુદ્ધભૂમિ માં સેંકડો ઘાયલ અને મૃત સૈનીકો ના શવ પડ્યા છે. એવું લાગે છે જાણે આ યુદ્ધ ભૂમી નહીં પણ સ્મશાન છે. યુદ્ધ ભૂમિ ના એક ખૂણે કર્ણ નો તૂટેલો રથ પડ્યો છે જેના પૈડાં ખાડામાં ફસાઈ ગયા છે અને એની થોડેક દૂર મહારથી કર્ણ લોહી થી લથપથ દશામાં પડ્યો છે. એ દર્દ થી કણસી રહ્યો છે. રાહ જોઈ રહ્યો છે કે ક્યારે મૃત્યુ આવે અને આ નર્ક જેવા જીવન થી મુક્તિ મળે. માતા કુંતા અને પાંડવો આવી