પ્રણય પરિણય - ભાગ 41

(29)
  • 4.5k
  • 3k

પ્રણય પરિણય ભાગ ૪૧ગઝલ બે ચાર ક્ષણ એમજ ઉભી રહી પછી વિચારવા લાગી: 'અહીં બધા લોકો કેટલા સમજદાર છે! આવી ચા જો મેં ઘરે બનાવી હોત તો ભાભીએ આખુ ઘર માથે લીધુ હોત. અને બોલ્યા હોત કે સાસરે જઈને શું થશે તારું?''સાસરુ?' ગઝલ પોતાના વિચારો પર જ ચમકી અને તેનાથી હસી પડાયું. એ મનમાં બોલી: 'હું પણ ક્યાં આવા વિચારે ચઢી ગઈ! કાલે અહીંથી ગયા પછી કોને ખબર છે શું થશે..!' તેણે એક ઉંડો શ્વાસ લીધો અને દાદીની રૂમ તરફ ચાલી.દાદીની રૂમમાં પ્રવેશતા જ ગઝલની નજર બેડ પર ગીફ્ટ રેપ કરેલા બોક્સ પર પડી. 'શું હશે તેમાં?' ગઝલ મનમાં જ