વસુધા - વસુમાં - પ્રકરણ-114

(42)
  • 2.9k
  • 1
  • 1.8k

વસુધા ઘરે જવા નીકળી ગયાં પછી ભાનુબહેનનો ચહેરો નારાજ છે એ સ્પષ્ટ ચાડી ખાતો હતો. સરલાને ખબર પડી ગઇ. એણે એનો દીકરો સૂઇ ગયો હતો એટલે રસોડામાં માં પાસે ગઇ. દિવાળી ફોઇ પણ વાડાનું કામ પરવારીને ત્યાં આવી બેઠાં. સરલાએ પૂછ્યું "શું થયું માં ? કેમ તારો ચહેરો આટલો ગુસ્સામાં છે શું થયું બોલને ?’ ભાનુબહેને પહેલા સરલા સામે જોયું પછી દિવાળી ફોઇ સામે જોયું પછી રસોઇમાં ધ્યાન આપતાં કહ્યું “કશું નથી થયું શું થવાનું હોય ?” “પેલા મહારાણી.. મહેમાનની જેમ આવ્યાં અને ગયા... કઇ કશું.. આવા કપડાં પહેરવાનાં શરૂ કર્યા સાડી શું ખોટી છે ? અને અધુરામાં પુરુ તારાં