મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 2

  • 3.8k
  • 2.2k

પ્રકરણ ૨રાત્રે ત્રણનાં ટકોરાં થયાં પણ હજી મીનાબેનની આંખોમાં ઉંઘ નહોતી. એમની નજર સામે એમની લાડકી દીકરીનું બાળપણ રમી રહ્યું હતું, "નાનકડી કવિતા જોતાં જ સૌને વ્હાલી લાગતી એ છ મહિનાની હતી ને એક દિવસ એને બાબાસૂટ પહેરાવ્યો હતો ત્યારે સસરાજી બહુ ખિજાયા હતાં. "દીકરી છે દીકરીની જેમ જ ઉછેરજો દીકરા સમોવડી થવામાં આત્મવિશ્વાસ ન ગુમાવી દે એ ધ્યાન રાખજો, એનાં મગજમાં ઉતારજો કે દીકરીનું દુનિયામાં એક આગવું સ્થાન હોય છે, ઇશ્વરે એને પોતાનું અધૂરું કાર્ય પૂરું કરવા માટે અવતરિત કરી છે." ઘણું સાચું કહ્યું હતું સસરાજીએ પણ વખત બદલાયો એમ ઘણું બદલાઈ ચૂક્યું હતું. કવિતા જ્યારે સ્કૂલે જતી થઈ