સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-88

(53)
  • 4.3k
  • 4
  • 2.8k

મુંબઇની મરીન લાઇન્સ વિસ્તારમાં આવેલી દરિયાની બરાબર સામે પંચતારક હોટલમાં મીટીંગ હતી. સોહમ અને નૈનતારા સમય પ્રમાણે પહોંચી ગયાં હતાં. ત્યાં હોટલનાં ભવ્ય પ્રવેશદ્વાર પાસે પહોંચી ઉતર્યા. સોહમે વેલે પાર્ક માટે ત્યાં ઉભેલાં સેવકને કારની ચાવી આપી લેપટોપ બેગ વગેરે લીધાં બંન્ને જણાં લઇને હોટલમાં પ્રવેશ્યા. નૈનતારાએ રીસેપ્શન પર વાતચીત કરી એણે પોતે બુક કરેલી મીટીંગ પોઇન્ટ પ્લેસ અંગે પૂછપરછ કરી પેલાએ બધી વિગત આપતાં કહ્યું “મેમ ચાલો હુંજ તમને ત્યાં પહોંચાડું છું પછી કહ્યું ત્યાંજ તમને તમારાં ગેસ્ટ આવ્યાં પછી તમારી સૂચનાં પ્રમાણે ડીનર ડ્રીંક વગેરે બધીજ સેવાઓ પૂરી પાડવામાં આવશે.” નૈનતારાએ કહ્યું “થેંક્સ પછી એ અને સોહમ પેલાં