રેટ્રો ની મેટ્રો - 27

  • 2.6k
  • 982

"દિલ કા દિયા જલાકે ગયા યે કૌન મેરી તન્હાઈ મેં..."જેવા મધુર ગીતોના રચયિતા સંગીતકાર ચિત્રગુપ્ત સિને જગતમાં જાણીતા,કર્ણપ્રિય ધૂનો આપનાર સંગીતકારો થી જરાય ઉતરતા ન હતા પરંતુ તેમનું દુર્ભાગ્ય એ હતું કે તેઓ હંમેશા અંડર રેટેડ રહ્યા.ફિલ્મ જગતમાં તેઓ કાર્યરત હતા તે સમયના સિને સંગીતકારોમાં કદાચ સૌથી વધુ ભણેલા સંગીતકાર ચિત્રગુપ્ત હતા. બિહારના ગોપાલગંજ જિલ્લાના કમરૈની ગામમાં જન્મેલા ચિત્રગુપ્ત શ્રીવાસ્તવે, અર્થશાસ્ત્ર અને પત્રકારત્વના વિષયો સાથે ડબલ એમ એ ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી કેટલોક સમય પટનામાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યું .એમના મોટાભાઈ જગમોહન આઝાદ પત્રકાર હતા અને સંગીતનાં ખૂબ શોખીન હતા. એમણે ચિત્રગુપ્ત ને સંગીત શીખવાની પ્રેરણા આપી.પંડિત શિવપ્રસાદ ત્રિપાઠી