વોચમેનને પત્ર-રાકેશ ઠક્કરભાઈ વોચમેન, તું બીજા દેશનો રહીશ હોવાથી તારું સાચું નામ ઉચ્ચારતા આવડતું નથી એટલે અમે તને વોચમેન કહીને જ બોલાવીએ છીએ. આખો દિવસ તારા માટે 'વોચમેન' ની બૂમો પડતી રહે છે. પણ એક દિવસ સવારે તારા માટે ચોર, લૂંટારો, બદમાશ અને ગિલિન્ડર જેવી બૂમો પડતી સાંભળી હું ચોંકી ગયો હતો. તું ઘણા સમયથી અમારી સોસાયટીમાં સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. ક્યારેય તારા વિશે કોઇ ફરિયાદ સાંભળી ન હતી. હંમેશા સોસાયટીના દરવાજા પર હાજર દેખાતો રહ્યો છે. બીજી સોસાયટીના વોચમેન અડધી રાત્રે સૂઈ જાય છે જ્યારે તું પ્રહરીની જેમ રાત્રે સોસાયટીની ફરતે સીટી વગાડીને કે દંડો પછાડીને ચોકી