હું અને મારા અહસાસ - 70

  • 2.2k
  • 824

પારકી પંચાત માં ના પડશો,હાથ બાળો હૈયે થી ના બળશો.   યાદ તો આવ્યાં કરે પણ તેથી,રાત  દિવસો નું સૂકું ના હરશો .  સુખ અને દુખ આવે ને જાયે છે.ને મુશ્કેલીઓ થી તો ના ડરશો.  કાતિલો તો ચાર ખૂણે બેઠા,મનથી તો મરતાં પહેલાં ના મરશો. ઉભા થઈ આગળ વધો હિંમત થી,રડવા થી કઈ ના મળે ના રડશો.                           --------------- મૌન તારું કેમ અકળાવી રહ્યું છે,ને સતત આ દિલને તડપાવી રહ્યું છે. માનવી સ્વાર્થી જગતના છે સમજ તું,હાથ જોડીને તે સમજાવી રહ્યું છે. ને બધું જાણીને તે ચૂપચાપ બેસે,દિલમાં